Connect Gujarat
ધર્મ દર્શન 

“મારા દાદાને મારી રાખડી” : રક્ષાબંધન નિમિત્તે કષ્ટભંજન દાદાને ભક્તોની રાખડીઓનો ભવ્ય શણગાર કરાયો…

દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ આજે રક્ષાબંધન નિમિત્તે દાદાને ધરાવવામાં આવી

X

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તથા 7:00 કલાકે કોઠારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. “મારા દાદાને મારી રાખડી” કાર્યક્રમ અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ આજે રક્ષાબંધન નિમિત્તે દાદાને ધરાવવામાં આવી છે. રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઇષ્ટદેવ શ્રી કષ્ટભંજનદેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, આ અનેરા દર્શનનો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Next Story