Connect Gujarat
ધર્મ દર્શન 

વિનાયક ચોથનાં દિવસે બની રહ્યો છે ખાસ યોગ,તો જાણો શુભ મુહૂર્ત,પૂજા વિધિ

જયેષ્ઠ વિનાયક ચોથ આવતીકાલે એટલે કે 3 જુલાઇનાં રાખવામાં આવશે, શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચોથને વિનાયક ચોથ કેવામાં આવે છે.

વિનાયક ચોથનાં દિવસે બની રહ્યો છે ખાસ યોગ,તો જાણો શુભ મુહૂર્ત,પૂજા વિધિ
X

આ વિનાયક ચોથનું વ્રત અષાઢ મહિનાની શુક્લ પક્ષની તિથી પર રાખવામાં આવે છે.જયેષ્ઠ વિનાયક ચોથ આવતીકાલે એટલે કે 3 જુલાઇનાં રાખવામાં આવશે, શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચોથને વિનાયક ચોથ કેવામાં આવે છે. અને વરદ ચોથ પણ કહેવામાં આવે છે. આ વખતે વિનાયક ચોથ પર શુભ યોગ બની રહો છે,તો જણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ.

વિનાયક ચોથ શુભ મુહૂર્ત :-

અષાઢ શુક્લ ચોથનો સમય :- 02 જુલાઇ બપોર, 3 વાગ્યેને 16 મિનિટ પર

અષાઢ શુક્લ ચોથનું સમાપન :- 03 જુલાઇ, રવિવારે, સાંજે 5 વાગ્યેને 6 મિનિ સુધી

ગણેશ પૂજા કરવાનું શુભ મુહૂર્ત :- 03 જુલાઇ સવારે 11 વાગ્યાથી, બપોરે 1:45 સુધી

વિનાયક ચોથ પર થતી ગણેશ પૂજા :-

- આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને આ વ્રતની શરૂઆત કરવી

- સાફ લાલ અને પીળા કલરનું વસ્ત્ર ધારણ કરવું

- પૂજા સ્થાન પર બાજઠ અથવા પાતળા પર પીળા અને લાલ રંગનું વસ્ત્ર પથરી તેના પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો મૂકવો.

- ગણેશજીનો જળ અભિષેક કરવો

- ભગવાનને ફૂલ,માળા અને 11 અથવા 12 ગાંઠ દૂર્વા ચઢાવવો

- ભગવાન ગણેશજીને સિંદૂરનો તિલક લગાવવો

- ત્યાર પછી મોદક લાડુ,બુંદી લાડુનો ભોગ લગાવી અને આરતી કરીને પ્રસાદ વહેચવો

- આખો દિવસ ફળહાર કરીને આ વ્રત કરી પાંચમના પારણા કરવામાં આવે છે.

Next Story