સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

0

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે.

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મનો ટાઇટલ ટ્રેક છે. જેને એ આર રહેમાન દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યું છે અને તેમણે આ ગીતમાં અવાજ પણ આપ્યો છે. આ ગીતમાં ફરાહ ખાને કોરિયોગ્રાફી કરી છે.

ગીતના શબ્દો કંઇક આવા છે, “દિલ બેચારા…ફ્રેન્ડ્ઝોન કા મારા…” આ ગીત ગાતી વખતે સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો છે અને સંજના સાંઘી સાથે પણ ડાંસ કરે છે. બંનેની જોડી આ ગીતમાં ખૂબ સુંદર દેખાય છે.

થોડા જ કલાકો પહેલા રિલીઝ થયેલા આ ગીતને ફેન્સ દ્વારા ખૂબ જ સરાહના મળી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ યુ ટ્યુબ પર રિલીઝ કરી દેવાયુ છે. મુકેશ છાબડાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here