Connect Gujarat
શિક્ષણ

આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની સરાહનીય કામગીરી, ગામે ગામ જઈને હજારો વિદ્યાર્થીઓને આપેશે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી અને માર્ગદર્શક મેળવ્યું હતું

આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની સરાહનીય કામગીરી, ગામે ગામ જઈને હજારો વિદ્યાર્થીઓને આપેશે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન
X

"આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ" એડમિન અને PI રામ સાહેબની પ્રેરણાદાયી હાજરી સાથે અને અધ્યક્ષ ઘનશ્યામભાઈ હેરાભા સાહેબ, માર્ગદર્શક પ્રો. ડૉ. વાળા સાહેબ, સહ એડમિન મથુરભાઈ અને સંજયભાઈની સ્ટેટ ટીમના સીધા માર્ગદર્શન હેઠળ આહીર યુવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે "આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ" તથા ગોવિંદભાઈ મેર અને આહીર યુવક મંડળ, કંટાળા દ્વારા મુ. કંટાળા, (તા.કોડીનાર) ખાતે સેમિનારનું ખૂબ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. તા.૭/૧૧ /૨૦૨૧ અને રવિવારે રાત્રે ૮ :૩૦ કલાકે યોજેલા આ સેમિનારમાં જિલ્લા કન્વીનર દેવાયત ભોળા, સહ કન્વીનર નરેશ વાળા, ગોવિંદ વાળા પણ હાજર રહ્યા હતા. જેમાં કંટાળા સાથે નજીકના ગામો સિંધાજ, પાવટી, સાંઢણીધાર, ગામે પરીક્ષાની તૈયારી કરતાં આશરે 100 થી પણ વધુ હાજર આહીર યુવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને ૫૦ થી વધુ વાલીઓ સાથે ૧૫૦ થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા

માર્ગદર્શક તથા મહેમાન... Pi રામ સાહેબ દ્વારા સંઘર્ષ કરી કેવી રીતે આગળ વધવું તથા જોમ અને જુસ્સો કેવી રીતે ટકાવી રાખવો જોઈએ એ બાબત ખૂબ સરસ ઉદ્બોધન કરવામાં આવ્યું , PSI સુવા, રામસી ગાધે, બાબુ સોલંકી દ્વારા ખૂબ અગત્યની પરીક્ષા લક્ષી માહિતી આપવામાં આવી હતી

નરેશભાઈ વાળા દ્વારા પરિક્ષામાં ઉપયોગી પુસ્તકોના સેટ વિશે માહિતી અપાઈ તથા સમગ્ર ગ્રુપ વતી કંટાળા ગામના યુવા વિદ્યાર્થીઓને પુસ્તક સેટ આપવામાં આવ્યો. રામભાઈ દ્વારા તૈયારી કરતા ભાઈ બહેનો Google નો કેવી રીતે હકારાત્મક ઉપયોગ કરી શકે એ બાબત માહિતી આપવામાં આવી હતી

આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ" કોડીનાર તાલુકા સહ કન્વીનર રાહુલ સોલંકી, કોડીનાર તાલુકા મીડિયા કન્વીનર રામ લાખણોત્રા , કોડીનાર તાલુકા માર્ગદર્શક ઈશ્વર ચંડેરા, આહીર યુવક મંડળ કોડીનાર પ્રમુખ લખમણ જોટવા હાજર રહ્યા હતા

તૈયારી કરતા ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી અને માર્ગદર્શક પાસેથી ખૂબ જરૂરી માહિતી મેળવી. કોડિનાર તાલુકા મીડિયા કન્વીનર રામ લાખણોત્રા દ્વારા પણ ઉદ્બોધન કરવામાં આવ્યું. આ ઉપરાંત કંટાળા ગામના વડીલ રામ ચોચા(નિવૃત ખેતીવાડી અધિકારી),બોધભાઈ લાખણોત્રા, અને નાનુભાઈ લાખણોત્રા દ્વારા ઉદબોધન કરાયું હતું. રિટાયર્ડ આર્મી મેન વિપુલભાઇ ચોચા, આહીર અગ્રણી કનુભાઈ રામ, નાનુભાઈ રામ, રામભાઈ રામ, હીરાભાઈ રામ, સરપંચ કાળાભાઈ લાખનોત્રા, માંડણભાઈ અને વડીલ આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Next Story