Connect Gujarat
શિક્ષણ

CBSEના 10મા અને 12માનું પરિણામ આજે થઈ શકે છે જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ્સ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આજે હાઇ સ્કૂલ અને ઇન્ટરમિડિયેટનું પરિણામ જાહેર કરી શકે છે.

CBSEના 10મા અને 12માનું પરિણામ આજે થઈ શકે છે જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ્સ
X

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ) ટૂંક સમયમાં 10 અને 12મા પરિણામ જાહેર કરે તેવી સંભાવના છે. બોર્ડના લાખો વિદ્યાર્થીઓ આતુરતાથી તેમના પરિણામની રાહ જોઇ રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે 10મી અને 12મી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડે તાજેતરમાં પરિણામનું માપદંડ નક્કી કર્યું હતું, જેના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ સીબીએસઈ https://cbseresults.nic.in ની ઓફિશિયલ વેબસાઇટ પર પોતાનો રોલ નંબર દાખલ કરીને પોતાનું પરિણામ ચકાસી શકશે.

26 જુલાઇએ સીબીએસઇએ પરિણામ વેબસાઇટનું લેઆઉટ બદલ્યું હતું, જેના કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બોર્ડે પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તેની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સીબીએસઈ સહિતના તમામ કેન્દ્રીય અને રાજ્ય બોર્ડને 31 જુલાઇ સુધીમાં પરિણામ જાહેર કરવા સૂચના આપી હતી. હામણા સુધી ઘણા રાજ્યોએ પણ પરિણામ જાહેર કર્યું છે. જો બોર્ડ આજે 10મી -12મીનું પરિણામ જાહેર કરતું નથી, તો તે પરિણામની તારીખ જાહેર કરી શકે છે.

આ અગાઉ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તેઓ વિદ્યાર્થીઓને પરિણામ અંગેની ઓફિસિયલ નોટિફિકેશન તપાસવાની સલાહ આપશે. સીબીએસઇએ બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓને 24 જુલાઈ, 2021 સુધી નંબર અપલોડ કરવા માટેનો સમય આપ્યો હતો. જો સૂત્રોનું માનીએ તો, જે શાળાઓએ હજુ સુધી ગુણ અપલોડ કર્યા નથી તેના પરિણામો રોકી શકાશે. જોકે બોર્ડે હજી આ વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.

Next Story
Share it