Connect Gujarat
મનોરંજન 

'બચપન કા પ્યાર' ફેમ સહદેવની તબિયતમાં સુધારો, અકસ્માતના કેટલાક કલાકો બાદ આવ્યો હોશમાં

'બચપન કા પ્યાર' ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ગયેલા સહદેવ દીર્દો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

બચપન કા પ્યાર ફેમ સહદેવની તબિયતમાં સુધારો, અકસ્માતના કેટલાક કલાકો બાદ આવ્યો હોશમાં
X

'બચપન કા પ્યાર' ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ગયેલા સહદેવ દીર્દો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સહદેવને મંગળવારે અકસ્માત થયો હતો, જેમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ સહદેવને સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જગદલપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. સહદેવ હાલ ડોક્ટરોની દેખરેખમાં છે. પરંતુ સારા સમાચાર એ છે કે તેમની તબિયત હવે સુધારો આવી રહ્યો છે

સહદેવની હાલતમાં ઘણો સુધારો છે અને તે ખતરાની બહાર છે. આપને જણાવી દઈએ કે ઘટનાના સમયથી જગદલપુર મેડિકલ કોલેજમાં સારવાર શરૂ થઈ ત્યાં સુધી સહદેવ લગભગ 5 કલાક સુધી બેભાન હતો. ગત રાત્રે સહદેવને હોશ આવ્યો હતો અને હવે તે ખતરાની બહાર છે.

Next Story