Connect Gujarat
મનોરંજન 

'કોફી વિથ કરણ' હંમેશ માટે બંધ, સોશિયલ મીડિયા મીમ્સથી છલકાયું.

કોફી વિથ કરણ, બોલિવૂડ ગોસિપ સીકર્સનો ફેવરિટ શો, દર્શકોમાં ઘણો હિટ રહ્યો હતો. જોકે, છ સફળ સિઝન પછી આ શોનો અંત આવ્યો છે.

કોફી વિથ કરણ હંમેશ માટે બંધ, સોશિયલ મીડિયા મીમ્સથી છલકાયું.
X

કોફી વિથ કરણ, બોલિવૂડ ગોસિપ સીકર્સનો ફેવરિટ શો, દર્શકોમાં ઘણો હિટ રહ્યો હતો. જોકે, છ સફળ સિઝન પછી આ શોનો અંત આવ્યો છે. બુધવારે, ફિલ્મ નિર્માતા અને શોના હોસ્ટ, કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી. નિર્માતાએ ખુલાસો કર્યો કે 'કોફી વિથ કરણ' તેની સાતમી સીઝન સાથે પરત નહીં ફરે. તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એક નોંધ શેર કરતા કરણ જોહરે લખ્યું, "'કોફી વિથ કરણ' મારા અને તમારા જીવનનો એક ભાગ બની ગયું છે કારણ કે અમે તેની 6મી સિઝન પૂરી કરી છે. અમે આ શો દ્વારા લોકો અને પોપ કલ્ચર પર અસર કરી છે. તેથી , હું ભારે હૃદય સાથે જાહેરાત કરવા માંગુ છું કે 'કોફી વિથ કરણ' પાછી નહીં આવે."

કરણ જોહરની જાહેરાત બાદથી નેટીઝન્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપતા મીમ્સ શેર કરી રહ્યા છે.

Next Story