Connect Gujarat
મનોરંજન 

ફેરા ફર્યા વગર- નિકાહ પઢ્યા વગર ફરહાન-શિબાનીના લગ્ન થયા, પહેલી તસવીર બહાર આવી

ફરહાન અખ્તર 48 વર્ષની ઉંમરમાં એકવાર ફરીથી પોતાની 41 વર્ષની લેડીલવ શિબાની દાંડેકર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી છે.

ફેરા ફર્યા વગર- નિકાહ પઢ્યા વગર ફરહાન-શિબાનીના લગ્ન થયા, પહેલી તસવીર બહાર આવી
X

ફરહાન અખ્તર 48 વર્ષની ઉંમરમાં એકવાર ફરીથી પોતાની 41 વર્ષની લેડીલવ શિબાની દાંડેકર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. શિબાની દાંડેકર હવે અખ્તર ખાનદાનની વહુ બની ગઈ છે. તે હવે મિસિસ અખ્તર થઈ ગઈ છે.કપલના લગ્નની પહેલી તસવીર લીક થઈ ગઈ છે. દુલ્હા-દુલ્હન બનેલા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. ફરહાન અને શિબાનીની આ તસવીર રિલેશનશિપ ગોલ્સ આપી રહી છે. ફરહાન આ ખાસ પ્રસંગે બ્લેક કલરના આઉટફિટ્સમાં જોવા મળ્યો હતો જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો, તો શિબાની રેડ કલરના ગાઉનમાં સ્ટનિંગ લાગી રહી હતી. લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા પછી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા.

બંનેના આ લગ્ન અખ્તર ફેમિલીના ખંડાલા સ્થિતિ ફાર્મ હાઉસમાં થયા. કપલે હિન્દુ વેડિંગ નથી કર્યા કે ન તો નિકાહ પઢ્યા છે. કપલે અલગ જ અંદાજમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. શિબાની અને ફરહાને VoW અને રિંગ સેરેમની કરીને સાત જન્મો સુધી એકબીજાનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરના લગ્ન જાવેદ અખ્તર અને શબાના આઝમીના ખંડાલા ફાર્મહાઉસમાં થયા છે. બંનેએ પોતાના લગ્ન સાદગીથી કરવાનો નિર્ણય કર્યો હતો, તેથી તેમના લગ્નમાં માત્ર 50 જેટલા લોકો જ સામેલ થયા છે.

Next Story