Connect Gujarat
મનોરંજન 

રામધામમાં લંકેશ : રામાયણ સિરિયલમાં "રાવણ"નું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન

રામાનંદ સાગરની રામાયણ ટીવી સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.

રામધામમાં લંકેશ : રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન
X

રામાનંદ સાગરની રામાયણ ટીવી સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણાં નાટક તેમજ હિન્દી અને ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી.

મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી શરૂ થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર રહ્યા હતા. ગુજરાત સરકારથી લઈને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓએ અરવિંદ ત્રિવેદીને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા છે. અરવિંદ ત્રિવેદી અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. જેથી રામાયણના ખલનાયક અરવિંદ ત્રિવેદીએ રિયલ લાઇફમાં પણ નાયકની ભૂમિકા સારી રીતે ભજવી હતી.

Next Story
Share it