આજે 28 મે, શનિવારના દિવસે સ્વાતંત્ર્યવીર સાવરકરની 139મી જન્મજયંતિ છે. નિર્માતા સંદીપ સિંહ અને આનંદ પંડિત, નિર્દેશક મહેશ માંજરેકરે તે જ દિવસે તેમની આગામી ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર (Swatantra Veer Savarkar)નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. અભિનેતા રણદીપ હુડ્ડા (Randeep Hooda) 'વીર સાવરકર'નું પાત્ર ભજવી રહ્યો છે. પોસ્ટર પર લખ્યું છે કે 'હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી, ઈતિહાસ છે'. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2022માં શરૂ થવાનું છે.
ફિલ્મ 'સ્વતંત્રવીર સાવરકર'નો પ્લોટ વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત હશે. ફિલ્મનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબારમાં થશે.