હાથ જોડીને માફી માંગવાં છતાં સિખ સમુદાયે કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી દાઢી-મૂછ પર મજાક કરતા શીખ સમુદાય તેનાથી નારાજ SGPCએ ભારતી સિંહના વિરુદ્ધ IPCના સેક્શન 295-A અંતર્ગત પોલીસમાં FIR દાખલ કરાવી
BY Connect Gujarat Desk17 May 2022 4:58 PM GMT

X
Connect Gujarat Desk17 May 2022 4:58 PM GMT
કોમેડિયન ભારતી સિંહ પોતાના એક જૂના વિડીયોને લઈને કાનૂની દાવપેચમાં ફસાઈ ગઈ છે. ભારતી સિંહે દાઢી-મૂછ પર મજાક કરતા શીખ સમુદાય તેનાથી નારાજ થઇ ગયો છે. જેને લઈને અમૃતસરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને સાથે જ તેના પર એક્શન લેવાની પણ વાતો થઇ રહી હતી.
વિવાદ વણસી જતા ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી હતી. પરંતુ શીખ સમુદાય તેને માફી આપવાના મૂડમાં બિલકુલ નથી. જે બાદ SGPCએ ભારતી સિંહના વિરુદ્ધ IPCના સેક્શન 295-A અંતર્ગત પોલીસમાં FIR દાખલ કરાવી છે.
ભારતીના શોમાં એક્ટ્રેસ જાસ્મીન ભસીન ગેસ્ટ તરીકે આવી હતી. આ શોમાં ભારતીએ કહ્યું હતું કે, દાઢી-મૂંછ કેમ ન જોઈએ? તેણે કહ્યું હતું કે, દૂધ પીધા બાદ દાઢી મોઢામાં નાંખો તો સેવૈયાનો ટેસ્ટ આવે છે. મારી ઘણી બધી ફ્રેન્ડ્સ જેમના હમણાં લગ્ન થયા છે, તેઓ આખો દિવસ દાઢી-મૂંછમાંથી જૂ કાઢવામાં વ્યસ્ત છે.
Next Story