Connect Gujarat
મનોરંજન 

જેલર ફિલ્મમાં કામ કરેલ સાઉથ એક્ટર જી મારિમુથુનું હાર્ટ એટેકના કારણે નિધન, 56 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ.....

56 વર્ષીય અભિનેતા અને દિગ્દર્શક જી મારિમુથુએ હાલમાં જ રજનીકાંત સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'માં કામ કર્યું હતું.

જેલર ફિલ્મમાં કામ કરેલ સાઉથ એક્ટર જી મારિમુથુનું હાર્ટ એટેકના કારણે નિધન, 56 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ.....
X

સાઉથ એક્ટર જી મારિમુથુનું શુક્રવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. 56 વર્ષીય અભિનેતા અને દિગ્દર્શક જી મારિમુથુએ હાલમાં જ રજનીકાંત સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'માં કામ કર્યું હતું. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ ટ્વિટર પર અભિનેતાના મૃત્યુની જાણકારી આપી હતી. તેમણે લખ્યું- 'લોકપ્રિય તમિળ અભિનેતા મારિમુથુનું શુક્રવારે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. હાલમાં જ તેમણે તમિળ ટીવી સિરિયલો દ્વારા મજબૂત ફેન ફોલોઇંગ બનાવ્યું હતું. તેમના આત્માને શાંતિ મળે.' મીડિયા રિપોર્ટ્સ મુજબ, જી મારિમુથુ ચેન્નાઈમાં તેમની ટીવી સિરિયલ 'એથિરનીચલ' માટે સ્ટુડિયોમાં ડબિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક સવારે સાડા આઠ વાગે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને ચેન્નાઈ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મારિમુથુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Next Story