વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. અભિષેક અગ્રવાલ લખે છે કે અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને મળીને ખૂશી થઇ.#TheKashmirFiles વિષે તેમના વખાણ અને શબ્દોએ આ ફિલ્મને વધારે ખાસ બનાવી છે.અમે ક્યારેય કોઈ ફિલ્મને લઈને આટલો ગર્વ કર્યો નથી.ધન્યવાદ મોદીજી. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું છે કે તેઓ ખૂબ જ ખુશ છે.