Connect Gujarat
મનોરંજન 

ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત! CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત! CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
X

1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી છે. આ ફિલ્મને ભારતમાં ૭૦૦ સ્ક્રીન પર જ રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મના પ્રથમ દિવસે અંદાજે રડપિયા ૩ કરોડનું કલેકશન કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે.

ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

Next Story