અનન્યા પાંડે બોલીવુડની નવી ઉભરતી કલાકાર છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો તેમના ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. તેનું કારણ છે અભિનેત્રીનો બોલ્ડ અવતાર. અનન્યા આ નવા ફોટોશૂટમાં ખૂબ જ સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે.
આ તસવીરો અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે અલગ-અલગ પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું છે. અનન્યાએ આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે કેન્ડી ક્રશ બિગ બોસ 15 સીઝનના ફિનાલે માટે. આ સાથે તેણે તેની આગામી ફિલ્મ 'ગહરિયાં'ની રિલીઝ ડેટનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરિયાં'માં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ સિવાય અનન્યા વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લિગર'માં પણ કામ કરી રહી છે. તેનું શૂટિંગ લોસ એન્જલસમાં કરવામાં આવ્યું છે. તેનું ફર્સ્ટ લૂક ટીઝર સોશિયલ મીડિયા પર છવાયું હતું. આ ફિલ્મમાં અમેરિકાના પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે.