Connect Gujarat
ફેશન

સાંજે ભૂખ લાગે તો બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ 'ક્રિસ્પી કોર્ન'

રેસ્ટોરન્ટમાં, નાસ્તામાં હળવા વિકલ્પ તરીકે ક્રિસ્પી કોર્નનો વિકલ્પ પહેલો હોય છે, તેથી હવે તમે અહીં આપેલી રેસીપીની મદદથી આ નાસ્તો ઘરે પણ બનાવી શકો છો.

સાંજે ભૂખ લાગે તો બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન
X

રેસ્ટોરન્ટમાં, નાસ્તામાં હળવા વિકલ્પ તરીકે ક્રિસ્પી કોર્નનો વિકલ્પ પહેલો હોય છે, તેથી હવે તમે અહીં આપેલી રેસીપીની મદદથી આ નાસ્તો ઘરે પણ બનાવી શકો છો.

સામગ્રી :

સ્વીટ કોર્ન - 2 કપ, મકાઈનો લોટ - 2 ચમચી, ક્રોન ફ્લોર- 2 ચમચી, કાળા મરી - 1 ચમચી, તેલ - તળવા માટે, બારીક સમારેલુ લસણ - 1 ચમચી, બારીક સમારેલુ આદુ - 1 ચમચી, ડુંગળી - 1 બારીક સમારેલ, લાલ મરચું ફ્લેક્સ - 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ, તાજી સમારેલી કોથમીર - 1 ચમચી, લીલી ડુંગળી સમારેલી - 1 ચમચી

બનાવાની રીત :

એક પેનમાં 6 કપ પાણી ઉકળવા માટે મૂકો.હવે તેમાં સ્વીટ કોર્ન ઉમેરો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી અથવા તે નરમ થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યાર બાદ તેને પાણીમાંથી બહાર કાઢીને ઠંડુ થવા દો.એક મિક્સિંગ બાઉલમાં બાફેલી મકાઈ, મેંદો 1/4 કપ, મીઠું અને મરી ઉમેરો અને મિક્સ કરો. આ પછી આ મિશ્રણને થોડી વાર માટે ફ્રીજમાં રાખો.ત્યાં સુધી પેનને ગેસ પર ગરમ કરવા રાખો.જ્યારે પેન પૂરતું ગરમ થઈ જાય, ત્યારે આ મકાઈને ફ્રિજમાંથી કાઢી લો અને તેને થોડી-થોડી વાર ફ્રાય કરો. મકાઈ ઉપર આવવા લાગે એટલે તપેલીને ઢાંકી દો.હવે ગેસ પર બીજુ એક પેન મૂકો. તે ગરમ થાય એટલે તેમાં બે ચમચી તેલ નાખો, પછી તેમાં આદુ, લસણ અને બારીક સમારેલી ડુંગળી નાખીને બેથી ત્રણ મિનિટ પકાવો. હવે તેમાં તળેલી મકાઈ ઉમેરો, ઉપરથી ચીલી ફ્લેક્સ, મીઠું, કાળા મરી અને બારીક સમારેલી લીલા ધાણા ઉમેરો. બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.ગાર્નિશ કરતી વખતે ઉપર લીલી ડુંગળી નાખો.

Next Story
Share it