જામનગરના ચકચારી બનેલા સરકારી કોવિડ હોસ્પિટલના અઘટિત માંગણીના બનાવ અંગે સરકારી કોવિડ હોસ્પિટલના એટેન્ડેંટ્સ સ્ટાફના કર્મચારીઓ પગાર અને અઘટિત માંગણીના મુદે ધરણાં પર બેસી સરકાર પાસે યોગ્ય ન્યાયની માંગણી કરી હતી, ત્યારે ગાંધીનગર સ્થિત ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્ક્રુતિક સંગઠનના આગેવાનો પણ તેમની મુલાકાતે આવ્યા હતા.
જામનગરમાં ગુરૂગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલના એટેન્ડેંટ્સ કર્મચારીઓ બાકી રહેતા પગાર અને ત્યાં નોકરી કરતી યુવતીઓ પાસે અઘટિત માંગણીઓના મુદ્દે સરકાર પાસેથી યોગ્ય ન્યાય મેળવવા હોસ્પિટલના પટાંગણમાં જ ધરણાં પર બેઠા હતા. આ ધરણાં કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમૂર દ્વારા કર્મચારીઓને ટેકો આપી ધરણાં સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગાંધીનગર સ્થિત ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્ક્રુતિક સંગઠનના આગેવાનો સારા બાલદીવાળા, સ્મિતા પંડ્યા તેમજ મીનાક્ષી જોશી પીડિત અને રોષિત યુવતીઓની મુલાકાતે આવ્યા હતા. સમગ્ર મામલે યુવતીઓ પાસેથી માહિતી મેળવી સરકાર પાસેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.