Connect Gujarat
ગુજરાત

જીટીયુનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં કરશે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ

જીટીયુનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં કરશે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ
X

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નો એક વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તે ટીમમાં આઠ યુવતીઓ સહિત 17 સભ્યોનો સમાવેશ થાય છે. તથા જીટીયુનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે અને ગુજરાત નું નામ વિશ્વભરમાં ગૌરન્વિત કરશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠે વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થી કિશન દલિયાને અભિનંદન આપતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાત માટે આ બાબત ગૌરવપ્રદ છે. કિશન આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપી હતી. કિશન સુરતની ભગવાન મહાવીર કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં સિવિલ એન્જીનિયરીંગ ડિગ્રી કોર્સમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું હતું કે આમ તો મને નાનપણથી જ સ્કેટીંગનો શોખ છે. હું પહેલા ધોરણમાં હતો ત્યારથી સ્કેટીંગ શીખતો રહ્યો છું. તેમાં મારા પરિવારનો ભરપૂર સહયોગ રહ્યો છે. મારા પિતાજી મહેશભાઈ અને કૉલેજ તથા જીટીયુ તરફથી પ્રાપ્ત થયેલા પ્રોત્સાહનને કારણે જ મને વૈશ્વિક તખ્તા પર ચમકવાની તક મળી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કિશનને અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી રોલર સ્કેટીંગ સ્પર્ધામાં મોકલવામાં આવ્યો હતો જેમાં તેણે બે રજત ચંદ્રક જીત્યો હતા. તે સ્પર્ધામાં જીટીયુને ત્રીજું સ્થાન હાંસલ થયું હતું.

Next Story