Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

આણંદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભર્યા...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 112 આણંદ વિધાનસભા બેઠક અને 114 સોજિત્રા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ બીજા તબક્કામાં પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાંકન રજુ કર્યું હતું.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 112 આણંદ વિધાનસભા બેઠક અને 114 સોજિત્રા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ બીજા તબક્કામાં પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાંકન રજુ કર્યું હતું.

ગુજરાત રાજ્યમાં બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આણંદ જીલ્લાની વિવિધ બેઠકો પરથી ભાજપના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. 112 આણંદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રાંત કચેરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન રજુ કર્યું હતું. આ સાથે જ 114 સોજિત્રા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ પણ મુખ્યમંત્રી સહીત પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરીએ નામાંકન રજુ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 108 ખંભાત વિધાનસભા બેઠક પર પહોંચ્યા હતા, જ્યાં ખંભાતના ધારાસભ્ય મહેશ રાવલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ મહેશ રાવલને બીજી વખત મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તેઓ જંગી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ મિતેશ પટેલ સહીત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.

Next Story