Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજે કોરોનાના 1101 નવા કેસ નોધાયા, 886 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોના વાયરસના કેસ નોધાયા છે. જેની સામે 886 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા

રાજયમાં આજે કોરોનાના 1101 નવા કેસ નોધાયા, 886 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોના વાયરસના કેસ નોધાયા છે. જેની સામે 886 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5995 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 15 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે અમદાવાદમાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ ગ્રામ્યમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 48 ગ્રામ્યમાં 29 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 78, ભાવનગર કોર્પોરેશનમાં 21, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 40 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 43 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10965 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 3,65,501 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.49 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.65 ટકા પહોચ્યો છે.

Next Story