Connect Gujarat
ગુજરાત

ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી ભેટ મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારે અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે

ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી ભેટ મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
X

રાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે.તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઓગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.


આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારે અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ના કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે

Next Story