Connect Gujarat
ગુજરાત

રાજ્યના 6 લાખ કર્મચારીઓ આજે ટ્વીટ કરીને વિરોધ વ્યકત કરશે,જાણો શું છે સમગ્ર મામલો..?

રાજ્યના 6 લાખ કર્મચારીઓ આજે ટ્વીટ કરીને વિરોધ વ્યકત કરશે,જાણો શું છે સમગ્ર મામલો..?
X

રાજ્યના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇને મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, ભાજપ પ્રદેશ પ્રમુખને પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરી હતી. આમછતા કોઇ ઉકેલ ન આવતા કોરોનાની ગાઇડલાઇનને કારણે દેખાવો કરવાને બદલે સોશીયલ મિડીયામાં ટવીટર મારફત તા. 16મીએ બપોરે 3થી6 કલાક દરમિયાન એક સાથે 6 લાખ ટવીટ કરીને આંદોલનની શરૂઆત કરશે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને મહામંડળ દ્વારા ટવીટર અભિયાન તબક્કાવાર તા. 16મી ફેબ્રુઆરી, 21મી ફેબ્રુઆરી, 24મી ફેબ્રુઆરી અને તા. 1 માર્ચના રોજ હાથ છેડાશે કર્મચારીઓ તા. 16મી ફેબ્રુઆરીએ ફિક્સ પગારની પોલિસીની બાબતે બે હેશ ટેગ જેમ કે fix paycase from supreme court તથા #remove_fixpaypolicy_ gogujarat ઉપયોગ કરીને ટવીટ કરશે. જયારે તા. 21મી ફેબ્રુઆરી સાતમાં પગાર પંચના બાકી ભથ્થા માટે હેશ ટેગ #release_7thpay_allowance_gogujarat લખીને વિરોધ વ્યકત કરશે. કર્મચારીઓ તા. 24મી ફેબ્રુઆરીએ પડતર મોંઘવારી ભથ્થું જાહેર કરવા માટે #release_DA_gogujarat લખીને વિરોધ વ્યક્ત કરશે. ઉપરાંત તા. 1 માર્ચના રોજ નવી પેન્શન યોજના સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે #restore_OPS_gogujarat લખીને વિરોધ વ્યક્ત કરશે.

Next Story