દાહોદથી પોતાના માદરે વતન રાજસ્થાન જતા પરિવારને નડ્યો માર્ગ અકસ્માત,પાંચ સભ્યોના કરૂણ મોત,એક ઈજાગ્રસ્ત

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો.

New Update

દાહોદથી રાજસ્થાન જતા પરિવારને નડ્યો અકસ્માત

રાજસ્થાનમાં કારનું ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અકસ્માત

પરિવારના પાંચ સભ્યોને કાળ ભરખી ગયો

ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

રાજસ્થાનના વતની 40 વર્ષથી દાહોદમાં રહેતા હતા

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાજ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

રાજસ્થાનના મૂળ વતની પરિવાર છેલ્લા 40 વર્ષથી દાહોદના લીમખેડામાં રહેતો હતો. આજે સવારે તેઓ દાહોદથી પોતાના વતન જવા નીકળ્યા હતા. દરમિયાન આ અકસ્માત સિરોહીના શરનેશ્વર પુલિયા અને શરણેશ્વર મંદિર વચ્ચે થયો હતો. પોલીસ અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યુંજેના પછી કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર પાર કરીને નાળામાં પડી ગઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં પ્રતાપ કાંતિલાલ ભાટીરામુરામ પ્રેમરામ ભાટીઉષા પ્રતાપ ભાટીપુષ્પા જગદીશ ભાટી અને આશુ જગદીશ ભાટીના મોત નિપજ્યા હતા.જ્યારે શારદા ભાટી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરીએસપી અનિલકુમાર બેનીવાલતહસીલદાર જગદીશ બિશ્નોઈસીઓ મુકેશ ચૌધરીપોલીસ સ્ટેશન ઓફિસર કૈલાશદાન ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

Latest Stories