Connect Gujarat
ગુજરાત

પંજાબમાં AAPની જીતના આર્કિટેક પ્રો. સંદીપ પાઠક બન્યા ગુજરાત AAPના પ્રભારી…

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની ગુજરાત નજર પર છે, ત્યારે ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

પંજાબમાં AAPની જીતના આર્કિટેક પ્રો. સંદીપ પાઠક બન્યા ગુજરાત AAPના પ્રભારી…
X

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની ગુજરાત નજર પર છે, ત્યારે ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 દિગ્ગજોને મહત્વની જવાબદારી સોંપી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રો. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. સંદિપ પાઠકને ગુજરાતની તમામ જવાબદારી સોંપાઇ છે. સંદિપ પાઠક પંજાબમાં AAPની જીતના આર્કિટેક છે. સંદિપ પાઠક પંજાબથી AAPના રાજ્યસભાના ઉમેદવાર પણ છે. આ સાથે સહ પ્રભારી ગુલાબસિંહ યાદવને ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી છે. દિલ્હી બાદ પંજાબમાં સરકાર બન્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ બાકીના રાજ્યોમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી લીધી છે, ત્યારે 9 રાજ્યોમાં AAPએ સંગઠનને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. હવે 9 રાજ્યોમાં લોકોને અલગ-અલગ જવાબદારી આપવામાં આવી છે.

AAP હવે આસામથી લઇને તેલંગાણા સુધી ચૂંટણી લડશે. ગુજરાતની જવાબદારી સંદીપ પાઠકને સોંપવામાં આવી છે. તેઓને પાર્ટી પંજાબમાંથી રાજ્યસભામાં મોકલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી-2022માં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત દાખલ કરીને સરકાર બનાવી દીધી છે. આ જીતનો શ્રેય સંદિપ પાઠકને આપવામાં આવી રહ્યો છે. સંદિપ પાઠક IIT-દિલ્હીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પણ ઓળખાય છે. આ સાથે અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે પાર્ટીમાં સામેલ થયા હતાં. પાઠકે Phd વર્ષ 2011માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી કરી હતી. તેઓ ઘણાં વર્ષોથી પડદા પાછળ રહીને કામ કરી રહ્યાં છે, અને તેઓએ પંજાબમાં સમગ્ર સંગઠન કેડરનું નિર્માણ કર્યું છે. રાજ્યમાં સચોટ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણો હાથ ધરવા, ઉમેદવારોની પસંદગી કરવા તેમજ પંજાબમાં પાર્ટીની શાનદાર જીત માટે સમગ્ર વ્યૂહરચના ઘડવામાં તે વ્યક્તિ સામેલ હતા.

Next Story