Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર લીંબડીની સબ જેલમાં બંધ હત્યા કેસનો આરોપી દીવાલ કૂદી ફરાર

પોલિસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર લીંબડીની સબ જેલમાં બંધ હત્યા કેસનો આરોપી દીવાલ કૂદી ફરાર
X

સુરેન્દ્રનગરના લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર નામનો હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી સબ જેલની દીવાલ કૂદી ફરાર બન્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલ ફરી ચર્ચામાં આવી છે.

સુરેન્દ્રનગરની લીંબડી સબજેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. જેમાં લીંબડી સબજેલનો જેલર અને સ્ટાફ સૂતો રહ્યો અને આરોપી દીવાલ કૂદી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક લીંબડી પોલીસ પણ કામે લાગી છે. ત્યારે બીજી બાજુ પોલીસ કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Next Story