Connect Gujarat
ગુજરાત

અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો રડાર પર

તાજેતરમાં IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ બહાર આવ્યાની ઘટનાને સમય નથી થયો. ત્યાં તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.

અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો રડાર પર
X

તાજેતરમાં IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ બહાર આવ્યાની ઘટનાને સમય નથી થયો. ત્યાં તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ખોટા બેન્ડ આપી અનેક લોકોને ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે.

આ ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટ થી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટી થી વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલા ગુજરાતી ની તપાસ ચાલી રહી છે , રૂપિયા 40થી 50 લાખ લઈને ગેરકાયદે વિદેશ મોકલનારા એજન્ટો રડારમાં આવ્યા છે. ગેરકાયદે મોકલનારા એજન્ટો વિદ્યાર્થીઓને ખોટા ડોક્યુમેન્ટ સુધી બનાવી આપે છે. આ બોગસ ડોક્યુમેન્ટ ના આધારે વિઝા મેળવવામાં આવે છે. નોંધનીય છે કે, IHRAના સભ્યો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષથી તપાસ કરતા હતા. વિદ્યાર્થીઓએ IELTS, TOEFL, CAE અને PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ સીટ મેળવી હતી. 4 બેન્ડ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓ 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. આ મામલે ગુજરાતના ત્રણ શહેરના 24 એજન્ટો હાલ રડારમાં છે. માનવામાં આવે છે કે એજન્ટ વિરુદ્ધના પુરાવા પણ છે. આગામી સમયમાં તમામ એજન્ટોને જેલમાં ધકેલવામાં આવે.

Next Story