અમદાવાદ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિના પર્વ પર દાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું.

મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું મહાત્મ્ય છે.

New Update

મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું મહાત્મ્ય છે.આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતા પૂર્વક નિભાવી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિ ના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ નું અભિવાદન પણ ઝીલ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તામાં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું