Connect Gujarat
ગુજરાત

અમદાવાદ પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ધરપકડ

તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રી કુમાર બાદ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ છે

અમદાવાદ પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ધરપકડ
X

તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રી કુમાર બાદ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ છે ગુજરાત રમખાણ કેસમાં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકની ધરપકડ કરી લીધી છે.

રાજ્યના પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામા આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી સંજીવ ભટ્ટને ટેકઓવર કર્યું છે, આ અગાઉ આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ ની ધરપકડ થઇ ચૂકી છે. સંજીવ ભટ્ટ પર આરોપ છે કે 27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો કર્યો હતો અને 20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને ફેક્સ કર્યો હતો. SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલું પુરવાર થયું ભટ્ટે બદઈરાદા યુક્ત બનાવટી અને ચેડા કર્યા ફેક્સ કર્યો હતો કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિ ખોટી રીતે ફસાવવા નો આરોપ તેમના પર લાગ્યા છે તો બીજીબાજુ તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમારની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપેન ભદ્રન ની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે.

Next Story