Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રખડતા ઢોર બાબતે હાઇકોર્ટની નારાજગી યથાવત, વાંચો શુ આપ્યો આદેશ

અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મામલે સુનાવણી દરમિયાન કોર્પોરેશનની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

અમદાવાદ : રખડતા ઢોર બાબતે હાઇકોર્ટની નારાજગી યથાવત, વાંચો શુ આપ્યો આદેશ
X

અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મામલે સુનાવણી દરમિયાન કોર્પોરેશનની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ચીફ જસ્ટિસે કોર્પોરેશન સમક્ષ બે મૂક્યા, જેમાં કોર્ટના નિર્દેશોનું પાલન મામલે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી રિપોર્ટ સોંપે કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આદેશનું પાલન ન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો છે ? જોકે બાદમાં કોર્પોરેશન તરફથી હાજર રહેલ સિનિયર એડવોકેટ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ સ્ટેટ લીગલ ઓથોરિટીના રિપોર્ટ માટે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત લીગલ ઓથોરિટીમાં લોકોને ફરિયાદ બાબતે માર્ગદર્શિકા પણ બહાર પાડશે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટના મુખ્ય જજ અરવિંદકુમાર એ મહત્વની ટકોર કરી કે 'કોર્ટે જે આ પ્રકારની નિર્દેશ આપ્યા તે પ્રમાણે જોઈએ તેવી સંતોષકારક કાર્યવાહી નથી થઈ. જેથી કોર્ટના હુકમની અમલવારી ન માત્ર કાગળ પરંતુ હકીકતમાં ફિલ્ડ પર થવી જોઈએ. માત્ર એટલું જ નહિ પરંતુ કોર્ટે રખડતા ઢોર ટ્રાફિક અને રસ્તાની સમસ્યા ન માત્ર અમદાવાદ પરંતુ તમામ મહાનગરપાલિકા, પાલિકા અને રાજ્યભરની સમસ્યા ગણાવી છે.કોર્પોરેશન તરફથી સુનાવણી દરમિયાન હાઈકોર્ટનો નિર્દેશ પ્રમાણે અલગ-અલગ મોરચે કામગીરી થઇ હોવાનો દાવો કર્યો. જોકે અરજદારના એડવોકેટ અમિત પંચાલ દ્વારા કેટલાક નિર્દેશોનું પાલન ન થયું હોવાની દલીલ પણ કરી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા પશુઓ અને ટ્રાફિકની સમસ્યા મામલે આદેશ ની અમલવારી મામલે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપી છે. જેમાં રાજ્ય સરકાર કોર્પોરેશન અને અરજદારના વકીલ સાથે મળી આ આદેશના પાલનમાં સહકાર આપવા માટે પણ કોર્ટે કહ્યું છે.

Next Story