કાબુલથી રવાના થયેલ એરફોર્સનું વિમાન જામનગર ઉતર્યું

New Update

ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલ વાયુસેનાનું વિમાન ગુજરાતનાં જામનગરમાં ઉતર્યું છે. વિમાનમાં આશરે 120 લોકો સવાર છે અને હજુ પણ કેટલાક લોકોને ધીમે ધીમે બહાર કાઢવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે. 

Read the Next Article

ભરૂચ ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી..

New Update
Crime Branch Bharuch
ભરૂચના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલી ગામેઠી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપરડી પોલીસને સોંપાયો છે.