ભરૂચમાં જોવા મળશે અમેરિકાના લાસ વેગાસ જેવા દ્રશ્યો, વાંચો નર્મદા મૈયા બ્રિજ સાથે શું છે કનેક્શન

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર રૂપિયા 450 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજનું આગામી તારીખ 12મી જુલાઇના રોજ અષાઢી બીજના શુભ દિવસે લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ બ્રિજને ખુલ્લો મુકશે. આ બ્રિજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકો માટે મહત્વની કડી સાબિત થશે.
બ્રિજ સાથે અનેક વિશેષતાઓ પણ જોડાયેલી છે જેમાં સૌથી આકર્ષક ભૃગુઋષિ ઓવરબ્રિજથી મકતમપૂરને જોડતા માર્ગનું સર્કલ વિશેષ ધ્યાન આકર્ષિત કરશે. કારણ કે આ સર્કલ અમેરિકાના લાસ વેગાસના દ્રશ્યો જીવંત કરશે. આ અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતું કે તેઓ પરિવાર સાથે વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં લાસ વેગાસ ફરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ વિશેષ પ્રકારની રેપ્લિકા નિહાળી હતી ત્યારથી તેઓનું સ્વપ્ન હતું કે ભરૂચમાં પણ આ પ્રકારનું નજરાણું બને ત્યારે નર્મદા મૈયા બ્રિજના ભરૂચ તરફના લેંડિંગ પોર્સનમાં ભૃગુઋષિ ઓવરબ્રિજ નજીક આ વિશેષ સર્કલ તૈયાર થશે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ સાથે જ ભરૂચના કોલેજ રોડના ઓવરબ્રિજની નીચેના સ્થળ પર ગાર્ડન નિર્માણ પામશે અને પર્યાવરણના જતનનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના સમારકામની કામગીરી પૂર્ણતાના આરે,...
26 May 2022 12:13 PM GMTઅમદાવાદ: IPLના લાસ્ટ રાઉન્ડની મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...
26 May 2022 11:52 AM GMTઅમદાવાદ: શહેર ભાજપની કારોબારી બેઠક મળી, તમામ 16 બેઠકો જીતવાનો...
26 May 2022 11:26 AM GMTનર્મદા: ડેડીયાપાડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કૌશલ્યવર્ધન...
26 May 2022 11:21 AM GMTઅંકલેશ્વર: શહેર અને જીઆઈડીસી વિસ્તાર મળી 3 સ્થળોએથી બાઈકની ચોરી,પોલીસે ...
26 May 2022 11:15 AM GMT