Connect Gujarat
ગુજરાત

અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે,સીએમ ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતાં ગૃહમંત્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે,સીએમ ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતાં ગૃહમંત્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
X

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે તેઓ કલોલના સઇજ ગામમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના એડમિશન બ્લોકનું ઉદઘાટન અને 750 બેડ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.

ત્યાર બાદ 11 વાગ્યે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરમાં તેમની રજતતુલા પણ થશે. આ સાથે તેઓ ગામના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. બપોરે 1 વાગ્યે ગાંધીનગરના વાસણા ગામમાં તળાવના નવીનીકરણ અને બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 2.30 વાગ્યે ગાંધીનગર સિવિલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરશે.બપોરે 3.30 વાગ્યે સાણંદના નવાપુરા ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.

Next Story
Share it