અમરેલી: જાફરાબાદમાં સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરાય !

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.

New Update
Advertisment

અમરેલીના જાફરાબાદનો બનાવ , સિંહણે કર્યો 7 વર્ષીય બાળકીનો શિકાર 

Advertisment

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાળકીના અવશેષો મળી આવ્યા છે.સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું.અને સિંહણનું લોકેશન મેળવીને ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પુરી હતી.

સૌરાષ્ટ્ર પંથકનો જંગલ વિસ્તાર સિંહોનું ઘર કહેવાય છે. અહીં સિંહ અવારનવાર જોવા મળે છે. ઘણીવાર જંગલ વિસ્તારમાંથી ભટકી જતાં શિકાર અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલી-જાફરાબાદ તાલુકાના  ખાલસા કંથારીયા ગામ નજીક એક સિંહણ અચાનક આવી ચઢી હતી.અને સિંહણે વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકીગ્રામજનોવન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી.આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા.

આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છેતેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂર્વ માટે તેનું લોકેશન શોધવાની કવાયત શરૂ કરી હતી,અને ભારે જહેમતબાદ સિંહણને પાંજરે પૂર્વમાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓના મનુષ્યો પર વધી રહેલા હુમલાને પગલે સ્થાનિક લોકોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Latest Stories