અમરેલી: સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી,લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

સમગ્ર રાજયમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સાથે આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

New Update

સમગ્ર રાજયમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સાથે આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

Advertisment

દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા જે.વી મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંગાથે દેશની આન બાન અને શાન સમા ચંદ્રયાન-3 ને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત કરીને આખી દુનિયાને અચંબિત કરનારા ભારત દેશના ઈસરોના વૈજ્ઞાનિકોની સફળ સિદ્ધિને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવનાર ચંદ્રયાન 3ને આબેહૂબ 25 ફૂટની હાઈટ સાથે દેશભક્તિના ગીતો વચ્ચે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ઉતરી રહ્યું હોય તેવો આકર્ષક પ્લોટ તૈયાર કરીને દર્શનાર્થીઓ સાથે અમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના પદાધિકારીઓએ દુંદાળા દેવ ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ સાથે ચંદ્રયાન 3ની ઈસરોની સિદ્ધિ જોવા આખું કુંડલા ઉમટી પડ્યું હતું

Advertisment