Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલાની શાળામાં 100 વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક

એક જ શિક્ષક શિક્ષણ આપી રહ્યાની હોવાની વાત સામે આવતા શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક સાબિત થઈ

X

રાજ્ય સરકાર જ્યારે દીકરીઓને મફત શિક્ષણ આપવાની વાત કરી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરની સાયન્સ સ્કૂલ એટલે કે, ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કુલમાં 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ શાળામાં એક જ શિક્ષક શિક્ષણ આપી રહ્યાની હોવાની વાત સામે આવતા શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક સાબિત થઈ છે, ત્યારે રાજુલાના એડવોકેટ દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

રાજુલા શહેરની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કુલમાં 100 જેટલા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે વધુ 2 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ જે નિમણૂક કરવામાં આવી તે શિક્ષકોને બીજી શાળાઓમાંથી આ શાળામાં 3 દિવસ શિક્ષણ આપવા માટે મુકવામાં આવ્યા હતા, ત્યારે આ બાબતે અમે નારાજ છીએ. તે બીજી શાળાના બાળકોનું શિક્ષણ બગાડીને અમારી શાળામાં આ શિક્ષકો 3 દિવસ માટે આવે તો બન્ને શાળાના બાળકોનું શિક્ષણ બગડશે તેમ છે. આ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ રાજુલાના ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવી શિક્ષકોની માંગણી કરી છે. જોકે, શિક્ષણ પ્રત્યે લાગણી બતાવતી સંવેદનશીલ સરકાર આ બાબતે ધ્યાન આપશે કે કેમ તે હવે જોવું રહ્યું..!

Next Story