Connect Gujarat
ગુજરાત

અમરેલી: પોલીસે તસ્કર ગેંગને ઝડપી પાડી, ચોરીના 23 ગુનાનો ભેદ ઉકેલાયો

લાઠી રોડ ઉપર આવેલ સોનાલીકા ટેકટરના શોરૂમમાં ડ્રોવર તોડી રૂપિયા 8,000ની ચોરીની ફરિયાદના આધારે પોલીસે ચોર ગેંગને ઝડપી પડ્યા હતા

અમરેલી: પોલીસે તસ્કર ગેંગને ઝડપી પાડી, ચોરીના 23 ગુનાનો ભેદ ઉકેલાયો
X

અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલ સોનાલીકા ટેકટરના શોરૂમમાં ડ્રોવર તોડી રૂપિયા 8,000ની ચોરીની ફરિયાદના આધારે પોલીસે ચોર ગેંગને ઝડપી પાડી અને 23 ગુનાનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમરેલી શહેરના લાઠી રોડ ઉપર સોનાલીકાના ટ્રેક્ટરના શો રૂમમાં ચોરીની ઘટના બની હતી જેની ફરિયાદના આધારે અમરેલી એલસીબીએ વિવિધ દિશામાં વર્ણનને આધારે તપાસ કરતા બાતમી મળી કે આવા વર્ણન વાળા ત્રણ વ્યક્તિ અમરેલી તરફ આવે છે ત્યારે એલસીબી વોચ ગોઠવી આ ત્રણેય આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી તો પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. આ ત્રણેય આરોપીએ પૂછપરછ દરમિયાન ૨૩ ગુનાઓને અંજામ આપ્યો છે તેવી કબુલાત આપી હતી.આ ત્રણેય આરોપીઓના નામ છે શૈલેષ ખરાડ,બીજું નામ છે કમલેશ ખરાડ અને ત્રીજો આરોપી બચુ ખરાડએ પણ ગરબાડા તાલુકાના દાહોદ જિલ્લાનો છે ત્યારે પોલીસે 23 ગુનાઓ બાબતે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું કે બે ગુના અમરેલી જિલ્લામાં આચર્યા છે ત્રણ ગુના જુનાગઢ જિલ્લામાં સાત ગુના અમદાવાદ રૂલર વિભાગમાં અને 11 ગુના ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યા છે

Next Story