અમરેલી : વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓએ પાલિકા કાચેરીએ ઢોલ-નગારા વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો

બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનના પુત્રના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી કરી ન દેતા વાલ્મિકી સમાજમાં રોષ

New Update
અમરેલી : વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓએ પાલિકા કાચેરીએ ઢોલ-નગારા વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો

અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી ન કરતાં મામલો ગરમાયો છે, ત્યારે સમાજના આગેવાનો અને બાળકોએ પાલિકા કચેરી ખાતે ઢોલ-નગારા વગાડી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનના પુત્રના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી કરી ન દેતા વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.પાલિકા પ્રમુખ દ્વારા એવો આગ્રહ રખાયો હતો કે, પહેલા બાકી વેરો ભરપાઇ કરવામાં આવે અને ત્યારબાદ સ્કૉલરશીપના ફોર્મમાં સહી કરવામાં આવશે. જેના પગલે વાલ્મિકી સમાજના બાળકને પ્રમુખની આપખુદ શાહીના કારણે સ્કૉલરશીપથી વંચિત રહેવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે વાલ્મિકી સમાજના આગેવાનો અને બાળકોએ પાલિકા કચેરી ખાતે ઢોલ-નગારા વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Latest Stories