Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરામાં પેપર લીક થતા આચાર્ય સહિત બે કર્મચારી સસ્પેન્ડ

અમરેલી જિલ્લાના બાબરા ખાતે આવેલ સરદાર પટેલ કોલેજમાં પેપર કાર્ડનો મામલો સામે આવતા તપાસનો ધમધમાટ ચાલુ થયો છે.

અમરેલી : બાબરામાં પેપર લીક થતા આચાર્ય સહિત બે કર્મચારી સસ્પેન્ડ
X

અમરેલી જિલ્લાના બાબરા ખાતે આવેલ સરદાર પટેલ કોલેજમાં પેપર કાર્ડનો મામલો સામે આવતા તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. અને કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રિન્સિપાલ સહિત બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

બાબરા ખાતે આવેલ સરદાર પટેલ કોલેજના પ્રિન્સિપાલ અને બે કર્મચારીની પેપર લીક સંડોવણી બાબતે આ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ખરેખર દુઃખદ ઘટના છે. અને ઘટનાની મધરાતે ખબર પડતા જ સવારે ટ્રસ્ટ ની મીટીંગ બોલાવી પ્રિન્સિપાલ દિલાવર કુરેશી સહિત બે કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને કડકમાં કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે સામાન્ય રીતે આ પેપર હોય છે. તે સીસીટીવી કેમેરા નીચે યુનિવર્સિટીના ઓબ્ઝરવર પ્રિન્સિપાલ અને બે વિદ્યાર્થીઓની હાજરીમાં શીલ ખોલવામાં આવતા હોય છે .આ પેપરો સીલપેક હતા અને જો જો ખુલેલા હોય તો યુનિવર્સિટીના ઓબ્ઝર્વર દ્વારા વાંધો લેવામાં આવતો હોય છે. પરંતુ એવી કોઈ ઘટના બની નથી તેમ છતાં વિદ્યાર્થીઓના જીવનમાં આવા ચેડાં કરનાર પેપર કાર્ડ કરનારાઓ માટે સખત પગલાં ભરવા આ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી પણ અપીલ કરી રહ્યા છે.

Next Story