અરવલ્લી : મહિલાકર્મીઓને બિભત્સ મેસેજ મોકલનાર મોડાસાના એસડીએમની ધરપકડ

મોડાસાના પ્રાંત અધિકારીની મહિલા કર્મચારીઓને બિભત્સ મેસેજ મોકલવાના ગુનામાં ધરપકડ કરાય છે.

New Update

મોડાસાના પ્રાંત અધિકારીની મહિલા કર્મચારીઓને બિભત્સ મેસેજ મોકલવાના ગુનામાં ધરપકડ કરાય છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એસડીએમનો ફોન જપ્ત કરી તપાસ કરતાં તેમાંથી અશ્લીલ તસવીરો પણ મળી હોવાની વિગતો બહાર આવી રહી છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા એક જાણીતો પ્લેટફોર્મ બન્યું છે અને સોશિયલ મીડિયાથી કોઈ પણ બાકાત રહી શક્યું નથી, ત્યાં તે યુવાનોમાં અને નાના બાળકોમાં દિવસે દિવસે ક્રેઝ વધી રહ્યો છે ત્યારે સાઈબર ક્રાઈમના કિસ્સાઓનું પ્રમાણ પણ વધી ગયું છે મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાંત અધિકારી સાથી કર્મચારીઓ અને સરકારી મહિલા કર્મચારીઓને, યુવતીને બિભત્સ મેસેજ મોકલતો હતો. મહિલા કર્મચારી ને હેરાન કરી ધમકી આપવા મામલે મહિલાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં છેલ્લા એક વર્ષથી મંયક પટેલ યુવતીને બીભત્સ ફોટો અને મેસેજ કરી પરેશાન કરતો હતો. જે મામલે મહિલા કર્મચારીને હેરાન કરી ધમકી આપવાનો કેસ, સાયબર બુલિંગ કેસમાં સાયબર ક્રાઈમે પ્રાંત અધિકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા મયંક પટેલના તાબે થતી ન હોવાથી તેણે હેરાનગતિ શરૂ કરી હોવાની વિગતો બહાર આવી છે. વધુમાં સાયબર ક્રાઇમ પોલીસે મયંક પટેલનો મોબાઇલ ફોન જપ્ત કરી તપાસ કરતાં તેમાંથી બિભત્સ તસવીરો પણ મળી આવી છે.