/connect-gujarat/media/post_banners/e6bb5f6407e2219b2598ed79e9983f2b967c676f9412458e3b8e0a994a635770.jpg)
અરવલ્લી જીલ્લામાં મોડાસા ખાતે મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ નવરાત્રીના 7 દિવસ પહેલા નવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઇને ખરીદી માટે અને મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી અરવલ્લીના મોડાસા ખાતે નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય સખીમંડળોનું કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે વિવિધ મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે, ત્યારે નવરાત્રીનાં પાવન પર્વ પહેલાં 7 દિવસીય નવરાત્રી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીની ઉજવણી પહેલાં પખવાડીયા અંતર્ગત જિલ્લાકક્ષાએ સ્ટોલ ઉભા કરી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગરીબ લોકોને નિ:શુલ્ક વકીલની મદદ મળી રહે તે માટે અરવલ્લી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/03/bha-sog-aropi-2025-07-03-15-23-13.jpg)