Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ભેટાલી ગામે મહિલા તાલીમાર્થીઓ માટે વૃતિકા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાય

અરવલ્લી જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની 2 દિવસીય તાલીમ આપવામાં આવી

અરવલ્લી : ભેટાલી ગામે મહિલા તાલીમાર્થીઓ માટે વૃતિકા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાય
X

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની 2 દિવસીય તાલીમ આપવામાં આવી હતી.

આ મહિલા તાલીમ શિબિરમાં ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે, ટામેટા કેચપ, ટામેટાની ચટણી, લીંબુ-મરચાનું અથાણું, લીલી હળદરનું અથાણું, લસણનું અથાણું, સફરજનની ચટણી, દૂધીનો હલવો, રોઝ શરબત, લેમન સ્ક્વોશ, અનાનસનો સ્ક્વોશ, પપૈયાની ટૂટી ફ્રુટી, ખજૂરના લાડુ, દાડમની જેલી, મિક્ષ ફ્રુટ જામ બનાવવા અંગે પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં 50 મહિલાઓ હાજર રહી હતી. તાલીમ પૂર્ણ થતાં 2 દિવસીય તાલીમ અંગેનું પ્રમાણપત્ર તથા ફળ અને શાકભાજી પરિરક્ષણ માર્ગદર્શિકાનું સાહિત્ય આપવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામક બી.એ.કરપટિયાના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારી એ.પી.પટેલ, બાગાયત નિરીક્ષક જે.પી.સોલંકી, તાલીમ નિષ્ણાંત સ્મિતાબેન તથા કૈલાસબેન દ્વારા મહિલાઓને સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.

Next Story