Connect Gujarat
ગુજરાત

અરવલ્લી :તુવેર-કપાસની ખેતીની આડમાં બાયડના 11 ખેતરમાં કરાયું હતું રૂ. 2.27 કરોડના ગાંજાનું વાવેતર...

બાયડમાં 11 ખેતરમાંથી ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું, પોલીસને 2 હજાર કિલોથી વધુ ગાંજાના છોડ મળી આવ્યા

X

સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. ખેડા, મહીસાગર અને અરવલ્લી એમ કુલ ત્રણ જિલ્લાની સરહદે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા વાઘવલ્લા ગામેથી મોટા પાયે નશાનો કારોબાર ઝડપાયો છે. પોલીસે બાયડના વાઘવલ્લા ગામના 11 ખેતરોમાંથી રૂ. 2.27 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બાયડ પોલીસ અને એલ.સી.બી. પોલીસે 2,272 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપી 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલિસ દ્વારા મેઘા સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તુવેર અને કપાસની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર થયેલું જાણવા મળતાં ડ્રોન દ્વારા સર્ચ કરતાં ગામમાંથી કુલ 11 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ મેઘા સર્ચ ઓપરેશનમાં જિલ્લા તેમજ અન્ય પોલિસ સહીત ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓની ટીમ દ્વારા 2 દિવસ સુધી ગામમાં સતત વોચ રાખવામાં આવી હતી. બાયડના વાઘવલ્લા ગામે વિવિધ ખેતરમાં વાવેલા લીલા ગાંજાના છોડને ઉપાડવા 40થી વધુ મજૂરોની મદદ લઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વધુમાં જે તે ખેતરની માલિકી જાણવા માટે રેવન્યુ વિભાગમાંથી તલાટીને પણ ગામમાં બોલાવી મદદ લેવાઈ હતી. જે અનુસંધાને કાયદા વિરુદ્ધ ગાંજાની ખેતી કરનારા 8 લોકો સામે નાર્કો એક્ટ હેઠળ બાયડ પોલિસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષકે, વાઘવલ્લા ગામે ગેર કાયદેસર રૂ. 2 કરોડ 27 લાખ 22 હજાર 360 કરોડના ગાંજાનું વાવેતર ઝડપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે, સમગ્ર ગુજરાતમાં ગાંજાનું આટલા મોટા પાયે વાવેતર ઝડપાયું હોય તેવી આ પહેલી ઘટના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Next Story