Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષા માટે અદ્યતન બોડી વોર્ન કેમેરા વસાવાયા

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષા માટે અદ્યતન બોડી વોર્ન કેમેરા વસાવાયા
X

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકો ની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.


બોડી વોર્ન કેમેરામાં હાઈ રીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડીયો ક્લાઉડ બેઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.


અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજી યુક્ત બોડી વોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે.બોડી વોર્ન કેમેરામાં હાઈ રીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડીયો ક્લાઉડ બેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે.


આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર પર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતું નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષા યુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે.



સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાજ નજર રાખવામાં આવશે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિર ખાતે વિવિધ સ્થળોના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યા છે.

Next Story