Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનની અસર, 3 લોકોના મોત

કુંડી ગામમાં એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેમાં 3 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાસકાંઠા : એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનની અસર, 3 લોકોના મોત
X

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેમાં 3 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ધાનેરા તાલુકાના કુંડી ગામે રહેતા એક જ પરિવારના 7 સભ્યોને 10 દિવસ અગાઉ એકસાથે ફુડ પોઇઝનની અસર થઈ હતી, ત્યારે પરિવારના સાતેય સભ્યોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 10 દિવસની સારવાર બાદ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. જેમાં ઘરના એક મોભી, એક યુવાન અને એક દીકરીનું મોત નિપજ્યું છે, જ્યારે વધુ સારવાર અર્થે અન્ય 4 દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકમાં ગરકાવ થયો છે.

Next Story
Share it