બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત અશ્લીલ વીડિયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પરબત પટેલનો દાવો છે કે તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યા છે. તો પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે, અશ્લીલ વીડિયો ક્લીપના નામે ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મધાભાઈ પટેલ અને મુકેશ રાજપૂત નામના બે શખ્સોની અટકાયત કરી FSLની મદદથી બંને શખ્સોના માબાઈલ ડિટેલ્સ તપાસ ચાલી રહી છે.
ગુજરાત ભાજપના ટોચના નેતાના કથિત સેક્સ વીડિયો મુદ્દે આજે રૂપાણી સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરબતભાઈ જાહેર જીવનના એક પ્રમાણિક, નિષ્ઠાવાન આગેવાન છે. શુદ્ધ ચરિત્રવાળા આગેવાન છે. વ્યક્તિગત અમારો 40-45 વર્ષનો નાતો રહ્યો છે. બ્લેકમેલ કરનારા તત્વએ આ રીતે ષડયંત્ર ગોઠવેલું છે. એના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે. એની ધરપકડ પણ થઈ છે.
અગાઉ 15 ઓગસ્ટે જાહેર કરવાની ચીમકી આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલે ઉચ્ચારી હતી. તેના કારણે રાજકીય ઉત્તેજનાનો ફેલાઇ ગઈ હતી. અગાઉ એક તસવીર વાયરલ થઈ છે જેમાં યુવતીને આલિંગનમાં લેનારી વ્યક્તિ સાંસદ પરબત પટેલ હોવાનો દાવો કરાઈ રહ્યો હતો.
યુવતી સાથેની સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો નથી અને આ તસવીર મારી નથી. મે મારી જીંદગીમાં કોઈની સાથે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી. તેમણે જણાવ્યું કે, 2016થી આ અંગે મારી પાસે આવીને પૈસા માંગીને મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે પણ મેં કશું ખોટું કર્યું જ નથી તેથી બ્લેકમેઈલિંગને તાબે થવાનો સવાલ જ નથી.
શનિનારે ડીસાના એલિવેટેડ બ્રિજના ઉદઘાટન પ્રસંગે પરબત પટેલે પોતે પ્રામાણિક હોવાનું જણાવીને કહ્યું કે, મીડિયાના માધ્યમથી મારું નામ આપ્યું એટલે હું સ્પષ્ટતા કરું છું પણ મેં કદી કશું ખોટું કર્યું નથી. તેમણે કહ્યું કે, જે ભાઈને 15 ઓગસ્ટે વિડીયો વાયરલ કરવો છે, તેને કરવા દો. મેં વાયરલ ફોટા જોયા નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરીશ.
આમ આદમી પાર્ટીના કાર્યકર મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોચના નેતાનો સેક્સ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલે એક તસવીર ફેસબુક પર મુકી હતી. મઘા પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો છે. જે પૈકીનું 1 મિનિટનું કટીંગ 15 ઓગસ્ટે 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુર સર્કીટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા, ધન્યવાદ નેતા. બનાસકાંઠાના ભાજપ સાંસદ પરબત પટેલે મીડિયાને જણાવ્યું કહ્યું કે, 'મેં ફોટા જોયા નથી, મીડિયાના માધ્યમથી મેં જોયું કે, અમારા ભાઈ મગાભાઈ કહ્યું છે કે, 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મારી જાત કેવી છે તેની મને ખબર છે, મે મારી લાઈફમાં કોઈની જોડે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી.