ભરૂચ: કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો રેકોર્ડ થતાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું

New Update

સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓને અભૂતપૂર્વ સફળતા બદલ પોલીસ વિભાગ દ્વારા બેન્ડ બાજા સાથે કરવામાં આવ્યા.

ભારતમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11.87 લાખને પાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરીયર્સ જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના કોરોના વોરિયર્સ અને કોરોનાથી દેશને બચાવવા માટે અથાક પ્રયત્ન અને સફળતાપૂર્વક કાર્યને પૂર્ણ કરી દેશને કોરોના જેવી મહામારીમાંથી રક્ષણ મેળવવા માટે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચ કલેકટર યોગેશ ચૌધરી, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, પોલીસ વિભાગના એ.એસ.પી. વિકાસ સુંડા, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમખ અમિત ચાવડા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.