ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેગોશિયબલ એક્ટના ગુનામાં એક વર્ષની સજા પામેલ આરોપીને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો !

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની  વિવિધ ટીમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા  દરમ્યાન  એલ.સી.બી.ના પી.એસ.આઈ. ડી.એ તુવરની

New Update
vlcsnap-2023-06-09-10h25m26s261-Recovered-Recovered-Recovered
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની  વિવિધ ટીમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા  દરમ્યાન  એલ.સી.બી.ના પી.એસ.આઈ. ડી.એ તુવરની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે  વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ મેજી.ની કોર્ટમાં  નોગોશિયેબલ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબના કામનો આરોપી મહંમદ જુબેર અબ્દુલ રસિદ મલેક રહે.
મલેકવાડ ભરૂચને ૧૨ માસની સજા થયેલ હોય અને તેનું સજા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યુ છે.  આ સજા વોરન્ટ નો આરોપી પોતાના ઘરે આવ્યો છે જે મુજબની બાતમીના આધારે પોલીસ દ્વારા આરોપીને છિપવાડમાંથી ઝડપી પાડી સજા વોરન્ટની બજવણી કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર 'બી- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.