ભરૂચ: નર્મદા નદીમાં ડૂબી જનાર યુવક યુવતી અયોધ્યાનગર ઝૂપડપટ્ટીના રહીશો હોવાનું બહાર આવ્યું

ભરૂચમાં નર્મદા નદીમાંથી તારીખ 7મી જૂનના રોજ યુવક અને યુવતીના મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળવાનો મામલો 

New Update

ભરૂચમાં નર્મદા નદીમાંથી તારીખ 7મી જૂનના રોજ યુવક અને યુવતીના મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળવાના મામલામાં બન્નેની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. બન્ને ભરૂચની આયોદ્યા નગર ઝૂપડપટ્ટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના તાડીયા વિસ્તારમાંથી નર્મદા નદી કિનારે યુવક અને યુવતીના મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહ બહાર કાઢ્યા હતા પરંતુ જે તે સમયે ઓળખ શક્ય બની ન હતી.આ અંકલેશ્વર અંકલેશ્વર શહેર પોલીસ તપાસ ચલાવી રહી હતી દરમ્યાન મૃતક યુવક અને યુવતી ભરૂચની અયોધ્યા નગર ઝૂપડપટ્ટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે.પ્રેમ પ્રકરણમાં બન્નેએ નર્મદા નદીમાં ઝંપલાવી અંતિમવાદી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

Advertisment