Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, નિબંધ સ્પર્ધાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ભરૂચ : મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, નિબંધ સ્પર્ધાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
X

ભરૂચ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર સંલગ્ન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુન્શી મહિલા બી.એડ કોલેજ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે, હું વૈજ્ઞાનિક હોઉ તો અને મારી દ્રષ્ટિએ વૈજ્ઞાનિક વિષય અંતર્ગત એફ.વાય. બી.એડ. અને એસ.વાય. બી.એડ.ના કુલ 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે MMMCTના CEO સુહેલ દુકાનદાર, પરમ લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર કેસા પ્રજાપતિ, MMMCTના વહીવટી અધિકારી મો. આસિફ મન્સુરી, કન્વેયર અતિથિ શુક્લ નિર્ણાયક દિપ્તીબેન અને જેબુનિષાબેન સહિતના મહાનુભાવોએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story