ભરૂચ: RTE હેઠળ ચાલતી એડમિશન પ્રક્રિયામાં વેબસાઈટ ક્રેશ થતા વાલીઓ અટવાયા

New Update

રાજય સરકાર દ્વારા શાળામાં ગરીબ બાળક ભણી શકે માટે RTE હેઠળ એડમિશન લેતા બાળકોને સહાય આપવામાં આવે છે.હાલ RTEની વેબસાઈટ પર ઓનલાઇન બાળકોના એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શહેરમાં વિવિધ સાયબર શોપ પર હાલ RTEના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, આજરોજ RTEની વેબસાઈટ ખોટકાતા એડમિશન માટે બહારથી આવેલા વાલીઓ અટવાયા હતા.વેબસાઈટ ન ખૂલતા સાયબર શોપ પર વાલીઓની લાઈનો જોવા મળી હતી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Latest Stories